Ticker

6/recent/ticker-posts

Header Ads Widget

Responsive Advertisement

હજ સીઝન ૨૦૨૬: ૩૩,૦૦૦ બસો અને ૫,૦૦૦ ટેક્સીઓ સાથે પરિવહન વ્યવસ્થા સજ્જ




Hajj 2026 Transportation Buses and Taxis

હજ સીઝન ૨૦૨૬: ૩૩,૦૦૦ બસો અને ૫,૦૦૦ ટેક્સીઓ સાથે પરિવહન વ્યવસ્થા સજ્જ

સૌદી અરેબિયાના ટ્રાન્સપોર્ટ જનરલ ઓથોરિટી (TGA) દ્વારા આગામી હજ સીઝન ૨૦૨૬ માટે યાત્રિકોની સુવિધા અને સુરક્ષા માટે અત્યાર સુધીની સૌથી મોટી પરિવહન યોજનાની જાહેરાત કરવામાં આવી છે.

પરિવહન વ્યવસ્થાના મુખ્ય આંકડા

  • ૩૩,૦૦૦ થી વધુ બસો: આ વિશાળ કાફલો યાત્રિકોને તેમના રહેઠાણથી મુકદ્દસ(પવિત્ર) હરમ અને અન્ય મુકદ્દસ સ્થળો (મિના, અરાફાત, મુઝદલિફા) વચ્ચે લાવવા-લઈ જવાનું કાર્ય કરશે.
  • ૫,૦૦૦ થી વધુ ટેક્સીઓ: વ્યક્તિગત અને ઝડપી મુસાફરી માટે આધુનિક સુવિધાઓથી સજ્જ ટેક્સીઓ ઉપલબ્ધ રહેશે.

ટેક્સી સેવાઓની આધુનિક સુવિધાઓ

યાત્રિકોના અધિકારોના રક્ષણ માટે આ વર્ષે ખાસ નિયમો લાગુ કરવામાં આવ્યા છે:

  • લાઇવ ટ્રેકિંગ: દરેક સફરનું સુરક્ષા હેતુથી મોનિટરિંગ કરવામાં આવશે.
  • ઇલેક્ટ્રોનિક પેમેન્ટ: ડિજિટલ વોલેટ અને કાર્ડ દ્વારા ચુકવણીની સુવિધા.
  • પારદર્શક ભાડું: જો ડ્રાઈવર ઇલેક્ટ્રોનિક મીટર શરૂ ન કરે, તો નિયમ મુજબ યાત્રિક મફત મુસાફરીનો હકદાર રહેશે.

રેલ્વે નેટવર્ક

હરમૈન હાઈ-સ્પીડ રેલ્વે મક્કા અને મદીના વચ્ચે ૨૨ લાખથી વધુ બેઠકોની ક્ષમતા સાથે ૫,૩૦૦ થી વધુ ફેરા કરશે, જ્યારે મશાયર મેટ્રો વિવિધ મુકદ્દસ સ્થળો વચ્ચે ૨૦ લાખથી વધુ મુસાફરોને સેવા આપશે.

સુરક્ષા અને દેખરેખ

પરિવહન મંત્રી સાલેહ અલ-જસેરે જણાવ્યું હતું કે, આ આખી પ્રક્રિયા માટે ૧૧૦ સંકલિત યોજનાઓ અને ૪૬,૦૦૦ થી વધુ કર્મચારીઓ ખડેપગે રહેશે. આ સિવાય રસ્તાઓની મરામત અને સુરક્ષા માટે પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે જેથી ૧૫ લાખથી વધુ વિદેશી હજ યાત્રિકોની સફર સુરક્ષિત અને આરામદાયક બની રહે.

ખાનકાહ-એ-આલિયા

નકશ઼બંદીયા-ચિશ્તિયા-સાબિરીયા-અશરફીયા,

ભુજ કચ્છ.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ