![]() |
| Courtesy: Bing |
રમજાન મુબારક: પયગંબર-એ-ઇસ્લામ ﷺ ના માર્ગદર્શન હેઠળ ત્રણ અશરાની દુઆઓ
પયગંબર-એ-ઇસ્લામ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ એ ફરમાવ્યું કે: "રમજાનનો પહેલો ભાગ રહમત છે, મધ્ય ભાગ મગફિરત છે અને છેલ્લો ભાગ જહન્નમથી આઝાદી છે." (સંદર્ભ: ઇબ્ને ખુઝૈમા)
૧. પ્રથમ અશરા (રહમત): ૧ થી ૧૦ રમજાન
رَبِّ اغْفِرْ وَارْحَمْ وَأَنْتَ خَيْرُ الرَّاحِمِينَ
ગુજરાતી ઉચ્ચાર: રબ્બિગ્ ફિર વર-હમ વ અન્ત ખૈરુર રહિમીન.
અર્થ: હે મારા રબ! મને માફ કર અને મારા પર રહમ કર, તું સૌથી શ્રેષ્ઠ દયા કરનાર છે.
૨. બીજો અશરા (મગફિરત): ૧૧ થી ૨૦ રમજાન
أَسْتَغْفِرُ اللَّهَ رَبِّي مِنْ كُلِّ ذَنْبٍ وَأَتُوبُ إِلَيْهِ
ગુજરાતી ઉચ્ચાર: અસ્તગફિરુલ્લાહ રબ્બી મિન કુલ્લી ઝમ્બિંવ વ અતુબુ ઇલૈહ.
અર્થ: હું અલ્લાહ પાસે મારા તમામ ગુનાઓની માફી માંગુ છું જે મારો રબ છે અને હું તેની જ તરફ રૂજુ કરું છું.
૩. ત્રીજો અશરા (નજાત): ૨૧ થી ૩૦ રમજાન
اللَّهُمَّ إِنَّكَ عَفُوٌّ تُحِبُّ الْعَفْوَ فَاعْفُ عَنِّي
ગુજરાતી ઉચ્ચાર: અલ્લાહુમ્મ ઇન્નકા અફુવ્વુન તુહિબ્બુલ અફવા ફઅફુ અન્ની.
અર્થ: હે અલ્લાહ! નિશ્ચયે તું માફ કરવાવાળો છે અને માફીને પસંદ કરે છે, તેથી મને માફ કરી દે.
માતૃભાષામાં દુઆ: પયગંબર-એ-ઇસ્લામ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ એ શીખવ્યું છે કે અલ્લાહ દિલનો પાક ઈરાદો જુએ છે. અરબીમાં દુઆ માંગ્યા બાદ, તમે તમારી માતૃભાષા ગુજરાતી માં પણ તમારી જરૂરિયાતો માંગી શકો છો.
દુઆમાં યાદ રાખશો. રમજાન ૨૦૨૬.

0 ટિપ્પણીઓ