તલાકનો શરીઅત પ્રમાણે આદેશ: સંપૂર્ણ વિગત
ઇસ્લામમાં નિકાહ એ એક પવિત્ર બંધન છે. આ બંધનને ખતમ કરવાની પ્રક્રિયા એટલે કે તલાક વિશે દરેક મુસ્લિમે, ખાસ કરીને લગ્ન કરવા ઈચ્છતા અને પરિણીત લોકોએ પાયાની જાણકારી રાખવી લાઝીમ અને જરૂરી છે.
નિકાહ પઢાવતી વખતે મૌલવી સાહેબોએ આ કાયદાકીય અને શરીઈ મસ્લાની જાણકારી હાજર જમાત અને દંપતીને અચૂક આપવી જોઈએ, જેથી અજ્ઞાનતામાં કોઈ ભૂલ ન થાય.
૧. સરીહ અલ્ફાઝ (સ્પષ્ટ શબ્દો)
સરીહ એટલે એવા વાઝેહ (સ્પષ્ટ) શબ્દો કે જે સાંભળતા જ સાંભળનારનું ઝેહન તરત તલાકના અર્થ તરફ જાય. આમાં પતિની નિયત જોવામાં આવતી નથી.
- તલાક: ઉર્દૂ કે ગુજરાતીમાં "તલાક" શબ્દ બોલવો.
- Divorce: અંગ્રેજીમાં "ડિવોર્સ" કહેવું.
- છોડી દીધી: પત્નીને કહેવું કે "મેં તને છોડી દીધી".
- ફારગ કરી: "મેં તને ફારગ (આઝાદ) કરી દીધી".
નિર્ણય: જો સરીહ શબ્દોથી ૩ થી ઓછી તલાક આપી હોય, તો તેને 'તલાકે રજઈ' કહેવાય છે. પતિ ઇદ્દત પૂરી થાય તે પહેલાં માત્ર એમ કહીને કે "હું રુજુ કરું છું", પત્નીને પાછી મેળવી શકે છે.
૨. કિનાયા અલ્ફાઝ (સાંકેતિક શબ્દો)
આ એવા શબ્દો છે જેના એકથી વધુ અર્થ નીકળી શકે છે. આવા શબ્દોમાં પતિની નિયત (ઈરાદો) અને માહોલ જોવો જરૂરી છે.
- "ચાલ દફા થઈ જા અહીંથી."
- "હવે તું તારા ઘરે (પિયર) જતી રહે."
- "મારી સામેથી નીકળી જા, તારો રસ્તો પકડ."
- "તું હવે મારી પાબંદીમાં નથી, આઝાદ છે."
નિર્ણય: કિનાયા શબ્દોથી જો પતિની નિયત તલાકની હોય, તો 'તલાકે બાઈન' વાકે થાય છે. આમાં નિકાહ તુરંત તૂટી જાય છે અને રુજુ કરી શકાતું નથી (ફરી નિકાહ કરવા પડે).
અન્ય જરૂરી નિયમો
| બાબત | શરીઈ હુકમ |
|---|---|
| નિયત વગર સરીહ શબ્દ | જો "તલાક" બોલાઈ જાય તો નિયત ન હોય તો પણ તલાક થઈ જશે. |
| લિખિત તલાક | કાગળ કે મેસેજ પર લખેલી તલાક પણ માન્ય ગણાય છે. |
| મૂંગા વ્યક્તિ માટે | ઇશારો કે લખાણ દ્વારા તલાક આપી શકે છે. |
સંપૂર્ણ માર્ગદર્શન માટે આ વિડિયો અચૂક જુઓ:
📺 વિડિયો લિંક: તલાકનો સરીઅત પ્રમાણે આદેશખાનકાહ-એ-આલિયા
નકશ઼બંદીયા-ચિશ્તિયા-સાબિરીયા-અશરફીયા,
ભુજ કચ્છ.

0 ટિપ્પણીઓ